Friday, June 9, 2023

આઈ.ટી.આઈ. જામનગર ખાતે એડમિશન ૨૦૨૩ માટે ઉપલબ્ધ મિકેનીકલ, મેન્યુફેક્ચરિંગ તથા પ્રોડક્શન ક્ષેત્રના કોર્ષ.

 



આઈ.ટી.આઈ. જામનગર ૧૯૫૭થી અવિરત કુશળ કારીગર તૈયાર કરતી આવી છે.  રાજ્ય અને દેશના યુવાનોને રોજગારી/સ્વરોજગારી લાયક બનાવવાનું પાયાનું કાર્ય કરે છે. સંસ્થા ખાતે મિકેનીકલ, મેન્યુફેક્ચરિંગ  તથા પ્રોડક્શન ક્ષેત્રના નીચે મુજબના કોર્ષ કરાવવામાં આવે છે.

1.Draughtsman Mechanical


ડ્રાફ્ટસમેન  મિકેનીકલ  ટ્રેડમાં ધોરણ ૧૦પાસ ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. ટ્રેડમાં યાંત્રિક/મિકેનીકલ ક્ષેત્રના ડ્રોઇંગ પ્લાનીંગને લગત તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૨ વર્ષ છે. આ કોર્ષનું પ્રમાણ પત્ર મેળવી મિકેનીકલ પાર્ટ્સના ડ્રોઈંગ અને મેન્યુફેક્ચરિંગ પ્લાનીંગને લગત રોજગારી/સ્વરોજગારીની મળી શકે છે.

2.Fitter


ફીટર ટ્રેડમાં ધોરણ ૧૦પાસ ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. ટ્રેડમાં યાંત્રિક/મિકેનીકલ ક્ષેત્રના ફીટીંગ કામને લગત તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૨ વર્ષ છે. આ કોર્ષનું પ્રમાણ પત્ર મેળવી પ્રોડક્શન તથા ફીટીંગ કામમાં રોજગારી/સ્વરોજગારી મળી શકે છે.



3.Machinist


મશીનીસ્ટ ટ્રેડમાં ધોરણ ૧૦પાસ ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. ટ્રેડમાં યાંત્રિક/મિકેનીકલ ક્ષેત્રના મશીન ચલાવવાને લગત તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૨ વર્ષ છે. આ કોર્ષનું પ્રમાણ પત્ર મેળવી મશીનીંગ ક્ષેત્રમાં રોજગારી/સ્વરોજગારી મળી શકે છે.


4.Refrigerator and Air Conditioning Technician


રેફ્રીજરેટર એન્ડ ઐર કંડીશનર ટેકનીશયન ટ્રેડમાં ધોરણ ૧૦પાસ ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. ટ્રેડમાં  ફ્રીજ તથા એસી સર્વિસ /રીપેર કરવાની તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૨ વર્ષ છે. આ કોર્ષનું પ્રમાણ પત્ર મેળવી ફ્રીજ તથા એસી સર્વિસ /રીપેર કરવાને લગત રોજગારી/સ્વરોજગારી મળી શકે છે.

5. Turner


ટર્નર ટ્રેડમાં ધોરણ ૧૦પાસ ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. ટ્રેડમાં લેથ મશીન ચલાવવાને અને ટર્નીંગ કામને  લગત તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૨ વર્ષ છે.આ કોર્ષનું પ્રમાણ પત્ર મેળવી લેથ મશીન તથા ટર્નીંગ કામને લગત રોજગારી/સ્વરોજગારી મળી શકે છે.


6. Welder


વેલ્ડર  ટ્રેડમાં ધોરણ ૧૦ પાસ ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. ટ્રેડમાં વેલ્ડીંગ કામને  લગત તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૧ વર્ષ છે.આ ટ્રેડનું પ્રમાણ પત્ર મેળવી વેલ્ડીંગ કામને લગત રોજગારી/સ્વરોજગારી મળી શકે છે.

7. Carpenter



કાર્પેન્ટર ટ્રેડમાં ધોરણ ૦૮ પાસ ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. ટ્રેડમાં કાર્પેન્ટીંગ કામને  લગત તાલીમ આપવામાં આવે છે.  કોર્ષનો સમય ગાળો ૦૧ વર્ષ છે. આ ટ્રેડનું પ્રમાણ પત્ર મેળવી કાર્પેન્ટર/ફર્નીચરને લગત કામોમાં રોજગારી/સ્વરોજગારી મળી શકે છે.


ઉપરોક્ત તમામ ટ્રેડમાં કારકિર્દી ઘડતરની વિપુલ સંભાવનાઓ રહેલ છે.



📢ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ ૨૫ જુન ૨૦૨૩ છે.