આઈ.ટી.આઈ. જામનગર ખાતે એડમિશન ૨૦૨૩ માટે ઉપલબ્ધ ઓટોમોબાઇલ્સ કોર્ષ.
આઈ.ટી.આઈ. જામનગર ૧૯૫૭થી સતત વિવિદ ક્ષેત્રે કુશળ કારીગર આપતી આવી છે. ઓટોમોબાયલ્સ ક્ષેત્રના નીચે મુજબ કોર્ષ આઈ.ટી.આઈ. જામનગરમાં ઉપલબ્ધ છે.
1.Mechanic Motor Vehicle(MMV).
આ કોર્ષમા ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થીઓને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. Mechanic Motor Vehicle(MMV) ટ્રેડમાં ફોર વ્હીલરને લગતી તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૨ વર્ષ છે.
2.Mechanic Diesel.
આ કોર્ષમા ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થીઓને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. Mechanic Diesel ટ્રેડમાં ડીજલ એન્જીન લગત મિકેનીક કામની તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૧ વર્ષ છે.
3.MechanicTwo Wheller and Three Wheeler.
આ કોર્ષમા ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થીઓને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે.Mechanic Two and Three Wheeler ટ્રેડમાં ટુ વિલર રિક્ષા વિગેરેનું મિકેનીક કામ શીખવાડવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૧ વર્ષનો છે.
કોર્ષ કર્યા પછી કારકિર્દી ઘડતર:
આ ટ્રેડ પાસ કરી રોજગારી/સ્વરોજગારીની અપાર સંભાવનાઓ છે. ભારત અને વિશ્વભરની ઓટોમોબાયલ્સ ક્ષેત્રની મોટી કંપનીમાં આ તાલીમાર્થીઓને
રોજગારી મળે છે. તાલીમાર્થીઓને પોતાનું નવું સ્ટાર્ટ અપ કે નવું Automobiles Workshop કરવામાં આ કોર્ષની
તાલીમ સહાયક નીવળે છે.
📢📢 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૨૫ જુન ૨૦૨૩ છે.