Friday, June 9, 2023

આઈ.ટી.આઈ. જામનગર ખાતે એડમિશન ૨૦૨૩ માટે ઉપલબ્ધ કોમ્પ્યુટર અને આઈ.ટી. ક્ષેત્રના કોર્ષ!



આઈ.ટી.આઈ. જામનગર ૧૯૫૭થી સતત વિવિદ ક્ષેત્રે કુશળ કારીગર આપતી આવી છે. કોમ્પ્યુટર અને આઈ.ટી. ક્ષેત્રના નીચે મુજબ કોર્ષ આઈ.ટી.આઈ. જામનગરમાં ઉપલબ્ધ છે.

1.Computer Operator Programing Assistant(COPA). 



  કોર્ષમા ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થીઓને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે.Computer Operator Programing Assistant(COPA) ટ્રેડમાં કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ અને ડેટા એન્ટ્રી ઓપરેટરને  લગતી તાલીમ આપવામાં આવે છે.કોર્ષનો સમય ગાળો ૦૧ વર્ષ છે.


2.Information and Communication Technology System  Maintenance.


ICTSM  કોર્ષમા ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થીઓને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. ICTSM ટ્રેડમાં  ઈલેક્ટ્રોનિક માહિતી અને સંચારને લગત, હાર્ડવેર, નેટવર્કિંગને લગત એડવાન્સ તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૨ વર્ષ છે.


 3. Computer Hardware and Network Maintenance.




CHNM  કોર્ષમા ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થીઓને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. CHNM  ટ્રેડમાં  કોમ્પ્યુટર હાર્ડવેર તથા નેટવર્કિંગને લગત તાલીમ આપવામાં આવે છે.કોર્ષનો સમય ગાળો ૦૧ વર્ષ છે.


કોમ્પ્યુટર  અને આઈ.ટી. ક્ષેત્રના કોર્ષ કર્યા પછી કારકિર્દી ઘડતર: 


કોમ્પ્યુટર અને આઈ.ટી. ક્ષેત્રના કોર્ષ પૂર્ણ કરી આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની  વિપુલ સંભાવના રહેલ છે. કમ્પ્યુટર ઓપરેટર, હાર્ડવેર ટેક્નિશ્યન, ફાઈબર ટેક્નિશ્યન, નેટવર્ક, કોમ્યુનિકેશનને અને સૉફ્ટવેર એપ્લીકેશન લગત કાર્યોમાં રોજગારી/સ્વરોજગારી મળી શકે છે. 


📢📢ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ ૨૫ જુન ૨૦૨૩ છે.