Friday, June 9, 2023

આઈ.ટી.આઈ. જામનગર ખાતે એડમિશન ૨૦૨૩ માટે ઉપલબ્ધ ઈલેક્ટ્રીકલ તથા ઇલેક્ટ્રોનીક્સ ક્ષેત્રના કોર્ષ.

 


આઈ.ટી.આઈ. જામનગર ૧૯૫૭થી અવિરત કુશળ કારીગર તૈયાર કરતી આવી છે. રાજ્ય અને દેશના યુવાનોને રોજગારી/સ્વરોજગારી લાયક બનાવવાનું પાયાનું કાર્ય કરે છે.સંસ્થા ખાતે ઈલેક્ટ્રીકલ તથા ઇલેક્ટ્રોનીક્સ ક્ષેત્રના નીચે મુજબના કોર્ષ ઉપલબ્ધ છે.

1. Electrician


ઈલેક્ટ્રીશ્યન ટ્રેડમાં ધોરણ ૧૦ પાસ ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. ટ્રેડમાં ઈલેક્ટ્રીકલ ક્ષેત્રને લગત સમ્પૂર્ણ તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૨ વર્ષ છે.

2. Wireman


વાયરમેન ટ્રેડમાં ધોરણ ૦૮ પાસ ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે.ટ્રેડમાં ઈલેક્ટ્રીકલ વાયરીંગ ક્ષેત્રને લગત તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૨ વર્ષ છે.

3. Armature Motor Rewinding




આર્મેચર મોટર રિવાઈન્ડીંગ ટ્રેડમાં ધોરણ ૦૮ પાસ ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે.ટ્રેડમાં મોટર રિવાઈન્ડીંગ ક્ષેત્રને લગત તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૧ વર્ષ છે.


4. Electronics Mechanic



ઇલેક્ટ્રોનીક્સ મેકેનિક ધોરણ ૧૦ પાસ ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે.ટ્રેડમાં ઇલેક્ટ્રોનીક્સ  ક્ષેત્રને લગત તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૨ વર્ષ છે.


કોર્ષ પૂર્ણ કર્યા પછી કારકિર્દી ઘડતર:

ઈલેક્ટ્રીકલ તથા ઇલેક્ટ્રોનીક્સ ક્ષેત્રના કોર્ષનું પ્રમાણ પત્ર મેળવીને વિદ્યુત ક્ષેત્રે ઈલેક્ટ્રીશ્યન તરીકે, વાયરમેન/લાઈનમેન તરીકે, મોટર રીવાઇન્ડર તરીકે અને ઇલેક્ટ્રોનીક્સ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનીક્સ ઉપકરણોના મેકેનિક  તરીકે કારકિર્દી નિર્માણ કરવાની વિપુલ સંભાવનાઓ છે.



📢📢 ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ ૨૫ જુન ૨૦૨૩ છે.