Friday, June 9, 2023

આઈ.ટી.આઈ. જામનગર ખાતે એડમિશન ૨૦૨૩ માટે ઉપલબ્ધ સીવીલ /બાંધકામ ક્ષેત્રના કોર્ષ.

 

આઈ.ટી.આઈ. જામનગર ૧૯૫૭થી અવિરત કુશળ કારીગર તૈયાર કરતી આવી છે. રાજ્ય અને દેશના યુવાનોને રોજગારી/સ્વરોજગારી લાયક બનાવવાનું પાયાનું કાર્ય કરે છે. સંસ્થા ખાતે સીવીલ/બાંધકામ ક્ષેત્રના નીચે મુજબના કોર્ષ કરાવવામાં આવે છે.

1.Draughtsman Civil


ડ્રાફ્ટસમેન સીવીલ ટ્રેડમાં ધોરણ ૧૦પાસ ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. ટ્રેડમાં સીવીલ/બાંધકામ ક્ષેત્રના ડ્રોઇંગ પ્લાનીંગને લગત તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૨ વર્ષ છે.

2.   Surveyor


સર્વેયર ટ્રેડમાં ધોરણ ૧૦પાસ ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. ટ્રેડમાં જમીન માપણી અને સીવીલ સર્વેયીંગને લગત સમ્પૂર્ણ તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૨ વર્ષ છે.

4. Interior Decoration and Design 



ઇન્ટીરિયર ડેકોરેશન અને ડીઝાઈન ટ્રેડમાં ધોરણ ૧૦પાસ ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. ટ્રેડમા બિલ્ડીંગ ડેકોરેશન અને ડીઝાઈનને અને ઇન્ટીરિયરને લગત સમ્પૂર્ણ તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૧ વર્ષ છે.


3. Plumber



પ્લમ્બર ટ્રેડમાં ધોરણ ૮ પાસ ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. ટ્રેડમાં પ્લમ્બીંગ કામને લગત તાલીમ આપવમાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૧ વર્ષ છે.


કોર્ષ પૂર્ણ કર્યા પછી કારકિર્દી ઘડતર:

સીવીલ/બાંધકામ ક્ષેત્રના કોર્ષનું પ્રમાણ-પત્ર મેળવ્યા બાદ Civil Construction/Land Surveying/Building Planning અનPlumbing  ક્ષેત્રમાં રોજગારી/સ્વરોજગારી  ની અપાર તકો છે.


📢📢ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ ૨૫ જુન ૨૦૨૩ છે.