આઈ.ટી.આઈ. જામનગર ખાતે એડમિશન ૨૦૨૩ માટે ઉપલબ્ધ કેમીકલ ક્ષેત્રના કોર્ષ.
આઈ.ટી.આઈ. જામનગર ૧૯૫૭થી
અવિરત કુશળ કારીગર તૈયાર કરતી આવી છે. રાજ્ય અને દેશના યુવાનોને
રોજગારી/સ્વરોજગારી લાયક બનાવવાનું પાયાનું કાર્ય કરે છે. સંસ્થા ખાતે કેમીકલ
ક્ષેત્રના નીચે મુજબના કોર્ષ કરાવવામાં આવે છે.
1.Attendant
Operator Chemical Plant.
Attendant Operator Chemical Plant (AOCP)
ટ્રેડમાં ધોરણ ૧૦પાસ ઉમેદવારોને તેમના મેરીટ
અનુસાર પ્રવેશ મળી શકે છે. આ ટ્રેડમાં કેમીકલ પ્લાન્ટ ઓપરેટરને
લગત તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય
ગાળો ૦૨ વર્ષ છે.
2. Instrument Mechanic Chemical
Plant.
Instrument Mechanic Chemical Plant (IMCP) ટ્રેડમાં ધોરણ ૧૦પાસ ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ
મળી શકે છે. ટ્રેડમાં કેમીકલ પ્લાન્ટ ને લગત ઇન્સટ્રૂમેન્ટની તાલીમ
આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૨ વર્ષ
છે.
3.Maintenance
Mechanic Chemical Plant.
Maintenance Mechanic Chemical
Plant (MMCP) ટ્રેડમાં ધોરણ ૧૦પાસ
ઉમેદવારોને તેમના મેરીટ અનુસાર પ્રવેશ મળી શકે છે. ટ્રેડમાં કેમીકલ પ્લાન્ટ ને લગત મેન્ટેનન્સની તાલીમ આપવામાં આવે છે. કોર્ષનો સમય ગાળો ૦૨ વર્ષ છે.
કોર્ષ પૂર્ણ કર્યા પછી કારકિર્દી
ઘડતર:
કેમીકલ ક્ષેત્રના કોર્ષનું
પ્રમાણ-પત્ર મેળવ્યા બાદ કેમીકલ પ્લાન્ટ ઓપરેટર તરીકે, પ્લાન્ટના ઇન્સટ્રૂમેન્ટેશન
તથા મેન્ટેનન્સને લગત
રોજગારી/સ્વરોજગારીની અપાર સંભાવનાઓ છે.
📢📢 ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ ૨૫ જુન ૨૦૨૩ છે.