Monday, July 5, 2021

ITI Admission 2021!! આઈ.ટી.આઈ. : આડંબર ઓછો આવડત વધુ !

 

 

      Industrial Training Institute, Jamnagar                                      Admission 2021

બનારસ હિંદુ યુનિવર્સીટીના સંસ્થાપક પંડિત મદનમોહન માલવિયાજીને કોઈ એમના વિદ્યાર્થીએ કહયું “ગુરુજી આજકાલ સ્થિતિ આર્થિક અનુકૂળ નથી ક્યાંક નોકરી પર લગાવી આપશો તો આપનો આભારી રહીશ.પંડિતજીએ પૂછ્યું “શું આવડે છે?” વિદ્યાર્થીએ જવાબ આપ્યો :“હું બી.એ. સ્નાતક છું.” પંડિતજીએ પુનઃપૂછ્યું; “એમ નહીં,શું આવડે છે?”વિદ્યાર્થીએ જવાબ આપ્યો :“હું બી.એ છું!” આમ ત્રણ-ચારવાર વિદ્યાર્થીએ “હું બી.એછું” એવો જવાબ આપ્યો.પછી,પંડિતજીએ એમને કહયું,“બેટા હું તમારી ડિગ્રી નથી પૂછતો,શું આવડે છે? એમ પૂછ્યું છે.કારણ...ક્યાંય તમને નોકરી પર રહેવું હશે તો કાંઈ આવડવું અથવાતો કઈંક હાથમાં હુન્નર-કૌશલ હોવો જરૂરી છે. બી.એ. સ્નાતક છો સારી વાત છે.પણ તમે કઈંક આવડત મેળવો. નોકરી આપો આપ તમને મેળવી લેશે.”

પંડિત મદન મોહન માલવિયાના એ “શું આવડે છે? ”નો જવાબ આપવા માટે વિદ્યાર્થીઓને સક્ષમ બનાવતી ભારતભરની ખૂબ થોડી સંસ્થાઓમાની શિરમોર સંસ્થા એટલે “આઈ.ટી.આઈ.”

  • કાગળિયા,થીયરી,થોથા અને આડંબરમાંથી બહારકાઢી હાથ અને મસ્તિસ્કમાં હુન્નર(સ્કીલ) સિંચવાનું કાર્ય કરતી સંસ્થા એટલે આઈ.ટી.આઈ.
  • ૧૯૫૭ થી દેશના ઉદ્યોગોને કુશળ કારીગર આપી કરોડરજ્જુની ભૂમિકા ભજવતી સંસ્થા એટલે આઈ.ટીઆઈ. વિદ્યાર્થીની અંદરના ઉદ્યમીને પોષતી સંસ્થા એટલે આઈ.ટી.આઈ.
  • વિદ્યાર્થીને પ્રેક્ટીકલ તાલીમ આપી પ્રકાશિત કરતી સંસ્થા એટલે આઈ.ટી.આઈ. 
  • વિદ્યાર્થીઓને સ્કીલ દ્વારા વિલ પાવર આપતી સંસ્થા એટલે આઈ.ટી.આઈ. 
  • વિદ્યાર્થીને જોબ-રેડી બનાવતી સંસ્થા એટલે આઈ.ટી.આઈ. રોજગાર ક્ષેત્રે યુવાવર્ગને સૌથી વધુ પ્રદાન આપતી સંસ્થા એટલે આઈ.ટી.આઈ. 
  • “કૌશલમ બલમ” થી “યોગ: કર્મસુ કૌશલમ” સુધીની યાત્રા એટલે આઈ.ટી.આઈ. 

      આઈ.ટી.આઈ.ના અભ્યાસક્રમમાં ઉદ્યોગોને/ઇન્ડસ્ટ્રીને સંલગ્ન ટ્રેડની તાલીમ આપવામાં આવે છે.જેમાં  NCVT/NSQFના મિકેનીકલ, ઈલેક્ટ્રીકલ, ઇલેકટ્રોનિકસ, ઓટોમોબાઇલ, કેમિકલ, કોમ્પ્યુટર, સિવિલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન ક્ષેત્રના અને અન્ય ઘણા ક્ષેત્રના ટ્રેડ છે. આઈ.ટી.આઈ.ના દરેક ટ્રેડ વિશિષ્ટ છે.થોડા પોપ્યુલર ટ્રેડ અને ડિમાંડ વિશે કહીએ તો ...

  • આઈ.ટી.આઈ. ઈલેક્ટ્રીશયનવાયરમેન કરી રાજ્યની વીજ કંપનીમાં કાર્ય કરવાની તક મળે છે.
  • સર્વેયર ટ્રેડ કરી રાજ્યના રેવન્યૂ સર્વેયર અથવા L&Tકે એ હરોળની મલ્ટીનેશનલ કંપનીમાં લાગવાની તક મળે છે. 
  • મિકેનિક ડીઝલ અથવા મિકેનિક મોટર વ્હીકલ ટ્રેડ કરી રેલ્વે, એસ.ટી.અથવા સુઝુકી,ફોર્ડ, હોન્ડા,હીરો જેવી કંપનીમાં કાર્ય કરવાની તક મળે છે.
  • ફીટર,ટર્નર,મશિનિસ્ટ,વેલ્ડર જેવાં ટ્રેડ કરી મેન્યુફેકચરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવી શકાય છે.
  • ઈન્સ્ટ્રુમેન્ટ અને કેમિકલ સંલગ્ન ટ્રેડ કરી ટાટા કેમિકલ્સ અને એ હરોળની કંપનીઓમાં કારકિર્દી બનાવી શકાય.
  • આઈ.ટી.આઈ. કમ્પ્યુટર ઓપરેટર તો આપણે કોઈપણ ઓફીસવર્કમાં જોઈ શકીએ છીએ. 
  • ડ્રાફટ્સમેન મિકેનીકલ,ડ્રાફટ્સમેન સિવિલ કરી ડિઝાઈન ક્ષેત્રે આગળ વધી શકાય.આ ભર ઉનાળામાં આપણે જે એ.સી.નો ઉપયોગ કરીએ છીએ.
  • ભર ઉનાળામાં આપણે જે એ.સી.નો ઉપયોગ કરીએ છીએએના પાયામાં એક આઈ.ટીઆઈરેફ્રીજરેટર-એરકંડીશનર ટેકનીશ્યન અથવા ઇલેક્ટ્રોનિકસ મીકેનીક હોઈ છે.
  • મહિલાઓ માટે ખાસ આઈ.ટી.આઈ.પણ હોઈ છે. જેમાં બ્યુટીશીયન, ફેશન ડીઝાઈન, કમ્પ્યુટર ઓપરેટર,ટેલી એકાઉન્ટસ, ડ્રેસ -મેકિંગ જેવાં અનેક મહિલા લક્ષી ટ્રેડની તાલીમ આપવામાં આવે છે.
  • કોઈપણ સંસ્થાએ સતત સમય સાથે રહેવું અનિવાર્ય છે. આઈ.ટી.આઈ.માં પણ આજની ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત મુજબ અને Windows 10.1 જનરેશનના સામર્થ્યને ધ્યાને રાખી આધુનિક મેન્યુફેકચરિંગ જરૂરિયાત મુજબની ટેકનોલોજી જેવીકે,C.N.C./V.M.C. કોર્ષ અને સેવા ક્ષેત્રે સંબંધિત શોર્ટ ટર્મ કોર્સ ચાલે છે.
આતો આઈ.ટી.આઈના ટ્રેડ અને તેને સંલગ્ન નોકરીની વાત કરી.પણ આ આઈ.ટી.આઈ. કરેલ તાલીમાર્થી નોકરી કરતા કરતા નોકરી આપનારો ઉદ્યમી(આજની ભાષામાં જેને એન્ટરપ્રિનિયર કહે છે)એ પણ થયો છે. ઔદ્યોગિક સાહસિકતાના બીજતો એ તાલીમ લેતો હોઈ ત્યારેજ નંખાય જતા હોય છે.આ સંસ્થાઓની સક્સેસ સ્ટોરીસના આપણે આજુબાજુમાં ઘણાખરા ઉદાહરણો મળી રહે છે. આઈ.ટી.આઈ. તાલીમાર્થીઓને નોકરીવાંચ્છુક થી નોકરીદાતા બનવા સુધીનું પ્રોત્સાહન અને કેળવણી આપે છે.આઈ.ટી.આઈ.સંસ્થા યુવાવર્ગને સાચા કેડે દોરીને રાષ્ટ્રનિર્માણમાં પાયાનું કાર્યભાર સંભાળે છે.સમ્પુર્ણપણે સરકારશ્રી દ્વારા સંચાલિત હોવાથી, ખુબજ નજીવી ફી થી વિદ્યાર્થીઓને પોતાની અંદર રહેલા કૌશલને શોધવામાં અને તરાષવામાં આઈ.ટી.આઈ. સંસ્થાઓ મદદ કરે છે.હજી તો આ બહુ ઉપરઉપરની વાત થઇ. કારણ...આઈ.ટી.આઈ.ના તાલીમી અભ્યાસક્રમ તેમજ તેના દ્વારા કારકિદીર્ની સંભાવનાઓ વિશેની માહિતી  એક લેખમાં આપવી એ સિંધુને બિંદુમાં સમાવવા સમાન છે.

ગુજરાત રાજ્યના તમામ તાલુકા મથક પર આઈ.ટી.આઈ.નું નેટવર્ક છે. તેમાં આધુનિક પ્રેક્ટીકલ મશીનરી અને વર્કશોપ્સ છે. તાલીમાર્થીઓ ઓન-જોબ ટ્રેનીંગ લઈ શકે, અર્નિંગ અને લર્નિંગ સાથે કરી શકે તેવા ઉદેશ્યથી આઈ.ટી આઈ.સંસ્થાઓમાં તાલીમાર્થીઓ માટે એપ્રેન્ટીસ ટ્રેનીંગ સ્કીમ પણ કાર્યરત છે. આઈ.ટી આઈ.સંસ્થાઓમાં પ્લેસમેન્ટ સેલ પણ કાર્યરત હોઈ છે,જે તાલીમ પૂર્ણ કર્યે તાલીમાર્થીઓને તેમની લાયકાત અનુસાર કંપનીઓમાં નોકરી શોધવામાં મદદ કરે છે.અહી એ કહેવું ગમશે કે આઈ.ટી.આઈ. કરેલ તાલીમાર્થીઓને તો ખરેખર દેશ/વિદેશની નામાંકિત કંપનીઓ શોધતી હોય છે.

જામનગર આઈ.ટી.આઈ. ૧૯૫૭થી કાર્યરત છે. છેલ્લા ૬૪ વર્ષથી વિદ્યાર્થીઓની અંદર હુન્નર(સ્કીલ) પોષવાનું કાર્ય કરે છે. અને ઉદ્યોગોને કુશળ કારીગર આપી રાષ્ટ્ર નિર્માણનું પાયાનું કાર્ય કરે છે. આજેજ નજદીકની ITIનો સંપર્ક કરો નલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૧/૦૭/૨૦૨૧ છે.

Like and Follow us on Facebook: https://www.facebook.com/itijamnagarofficial

Follow us on Instagram: https://www.instagram.com/itijamnagarofficial/

    
- Placements Bureau,I.T.I. Jamnagar 
📧pab.prlitijamnagar@gmail.com

         

II કૌશલમ બલમ II