Monday, December 30, 2024

આઈ.ટી.આઈ. જામનગર દ્વારા ભૂતપૂર્વ પાસ આઉટ તેજસ્વી તાલીમાર્થીઓ માટે ગૌરવ પુરસ્કારનું આયોજન કરાશે.

 

  • આપણી ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર ૧૯૫૭થી રાષ્ટ્ર માટે કુશળ કારીગર તૈયાર કરવામાં પાયારૂપ ભૂમિકા ભજવી રહી છે. કૌશલ્ય નિર્માણમાં આઈ.ટી.આઈ. જામનગરને ૬૭ વર્ષ પૂર્ણ થયા.

  • ૬૭ વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે આઈ.ટી.આઈ.જામનગરનાં ૬૭ પાસ આઉટ તેજસ્વી તારલાઓને આઈ.ટી.આઈ. જામનગર ગૌરવ પુરસ્કાર આપવાનું આયોજન કરી રહ્યા છીએ.

  • શું આપે આઈ.ટી.આઈ. જામનગરમાંથી પાસ થઈને સફળ કારકિર્દી બનાવી છે? તો અવશ્ય આઈ.ટી.આઈ. જામનગરને તમારા નામ ઓનલાઈન મોકલશો. અમે તમને મળવા અને બિરદાવા આતુર છીએ.

કાર્યક્રમની વિગતો જેમ કે તારીખ ,સમય અને સ્થળ વિગેરે  હવે પછીથી જણાવવામાં આવશે.