Tuesday, August 3, 2021

આઈ.ટી.આઈ. જામનગર "આઝાદીનો અમૃત મહોત્સવ" વકતૃત્વ સ્પર્ધા ૨૦૨૧ .

 


આઈ.ટી આઈ. જામનગર ખાતે તા.૦૫/૦૮/૨૦૨૧ ગુરુવારે  "આઝાદીનો અમૃત મહોત્સવ" વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવશે. આ સ્પર્ધામાં હાલ આઈ.ટી.આઈ. જામનગર ખાતે અભ્યાસ કરતા તાલીમાર્થીઓ ભાગ લઇ શકશે.

વકતૃત્વ સ્પર્ધાની તા.:૦૫/૦૮/૨૦૨૧ , ગુરુવાર, સમય: સવારે ૧૦:૦૦ કલાકે.
વકતૃત્વ સ્પર્ધાનું સ્થળ: આઈ.ટી.આઈ. જામનગર નવી બિલ્ડીંગ, સેમીનાર હોલ, ચોથા માળે.

વકતૃત્વ સ્પર્ધાના નીતિ/ નિયમો

  1. દરેક ટ્રેડ/બેચ દીઠ એક તાલીમાર્થીને  અવશ્ય ભાગ લેવાનો રહેશે.

  2. દરેક તાલીમાર્થીને પોતાના વિષય પર વધુમાં વધુ ૧૦ મીનીટ અને ઓછામાં  ઓછુ ૦૭ મિનીટનું વક્તવ્ય આપવાનું રહેશે.
  3. ભાગ લેતા ઉમેદવારોને પોતાના  વક્તવ્યની લેખિત નકલ પણ પોતાના સુ.ઈ.ને જમા કરાવવાની  રહેશે.
      4.દરેક તાલીમાર્થીઓને નીચે આપેલા કોઈ એક વિષય પર જ બોલાવનું રહેશે.
     (A) Dandi March/ દાંડીકુચ 
     (B) Contribution by Freedom Fighters towards Independence of India/ ભારતની આઝાદીમાં સ્વતંત્રતા  સેનાનીઓનું  યોગદાન
  (C)Industry revolution during first ten years of Independence/ સ્વાતંત્રના પ્રથમ દસ વર્ષ દરમિયાન ઓદ્યોગિક ક્રાંતિ.
     5.દરેક વિષયમાંથી એક વિજેતા ઉમેદવાર નક્કી કરવામાં આવશે.
    6.સ્પર્ધામાં ભાગ લેતા ઉમેદવારોને નીચે આપેલ લીંક પર ૦૪/૦૮/૨૦૨૦ બપોરે ૦૪:૦૦ કલાક પહેલા અવશ્ય ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.