Tuesday, January 2, 2024

આઈ.ટી.આઈ. જામનગરનાં NCC કેડેટ્સની વર્ષ ૨૦૨૪ ગણતંત્ર દિવસ ઉજવણી પરેડ માટે પસંદગી.

 


આઈ.ટી.આઈ. જામનગર ખાતે  યુવાનોમાં  કૌશલ્ય નિર્માણની સાથે સાથે તાલીમાર્થીઓને રાષ્ટ્ર માટે સમર્પણની લાગણી  અને સેનામાં જોડવા પ્રેરણા આપતું  27 NCC COY BATTALIAN  ANO Lt  રમેશ જોશીનાં માર્ગદર્શનમાં ખુબજ ઉર્જાથી સંસ્થામાં કાર્યરત છે. 

આઈ.ટી.આઈ. જામનગરનાં 27 NCC COY BATTALIANનાં ત્રણ તાલીમાર્થીઓ કેડેટ્સ જાડેજા જયેન્દ્રસિંહ, સોનગરા મનીષ અને જાડેજા મનદીપસિંહ  આગામી ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ નવી દિલ્હી ખાતે યોજાનાર ગણતંત્ર દિવસની પરેડમાં પસંદગી પામી સંસ્થાનું ગૌરવ વૃદ્ધિ કરી છે. 

આ ગણતંત્ર દિવસનાં કાર્યક્રમમાં તેઓને ભારતનાં રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રીને પણ મળવાનો અવસર મળશે.

 NCCની સમગ્ર ટીમને આઈ.ટી.આઈ. જામનગર શુભેચ્છાઓ પાઠવે છે.